Shabad Parikrama by Iktara

Schedule

Sat, 19 Dec, 2026 at 07:00 pm

UTC+05:30
Location

Ahmedabad | Ahmedabad, GJ

શબ્દ આર હૈ શબ્દ પાર,

શબદ કી સબ ધગ ઢેરીયા,

પર સચ્ચા શબદ જો બતલાવે,

વો સદ્ગુરુ હમેરીયા..


સાદી ભાષામાં કહીએ તો એક શબ્દ રૂપાંતરણ કરે ને એક ના કરે!

જે તમને બદલી ને સમજણ બાજુ લઇ જાય છે,

એને આપણે ત્યાં શબદ કહેવામાં આવ્યો.

બાકી બધા શબ્દ.


એટલે આપણે ત્યાં કહેવાયું કે ગુરુ એ શબદ આપ્યો.

ગુરુ એ સામે વાળા ને રૂપાંતરણનું વિજ્ઞાન સમજાવવા અને એટલું જ નહિ પણ વધુ સરળ રીતે સમજાવવા સંગીતના સ્વરૂપમાં આ શબદ ને ગાયો.

ને ઈ આપણે ત્યાં ભજન કહેવાયું.


બસ શબદ પરિક્રમામાં આપણે આ બધા ભજનને ગાશું, સમજશું, ઉકેલશું અને 

એના મર્મ નો સ્વાદ ચાખશું.

એમાં થી નીકળતા બીજને પોતાના મન-બુદ્ધિ ની ખેતર-ભૂમિ પર વાવશું,

ને ચિંતન ના છોડવા થી પોતાની એક સમજ સુધી પોહ્ચશું.

ચર્ચા કરશું, વાંચશું, ગાશું, વિચારીશું ને વિચાર્યા વગર નાચશું એટલે શબદ પરિક્રમા.


શબદ પરિક્રમાની એક બેઠકમાં ૯ શબદ ગાઈશુ.

અને નવે નવની ભાષા એક જ નહિ હોય.

તેમાં ભારતભૂમિ ના અલગ અલગ પ્રાંતમાં થઇ ગયેલા સંતોના ભજન હશે.


ચાલો આ જપ માં જોડાયે.

ભજનના રસ ને પિયે.

ગુરુ ને તો નહિ મળી શકીએ પણ એમના શબ્દોને મળીએ.


welcome to શબદ પરિક્રમા.

Where is it happening?

Ahmedabad, India
Tickets

INR 700.00

Know what’s Happening Next — before everyone else does.
Iktara
Host or PublisherIktara

Ask AI if this event suits you