Jivan Setu Samvad

Schedule

Sat Sep 12 2026 at 06:00 pm to 08:30 pm

UTC+05:30
Location

Ahmedabad Management Association AMA Ahmedabad | Ahmedabad, GJ

જીવનનો સેતુ : સંવાદ! એ સંબંધ, સંસ્કાર અને સમજણને જોડતું જીવનમૂલ્ય આધારિત સજાગ અભિયાન છે. જીવનના મહત્વપૂર્ણ તબક્કાઓને સ્પર્શતા આ વિશેષ કાર્યક્રમમાં યુવાનો, નવપરિણીત યુગલો, માતા-પિતા, શિક્ષકો અને પરિવારજનોને ઉપયોગી માર્ગદર્શન મળશે.


કાર્યક્રમમાં ત્રણ જાણીતા વક્તાઓ પોતાના અનુભવ અને વિચારો રજૂ કરશે. જમાવટના સંસ્થાપક, પ્રખ્યાત પત્રકાર અને સામાજિક મુદ્દાઓના નિર્ભીક અવાજ દેવાંશી જોશી નવપરિણીત યુગલો માટે સ્વસ્થ, સન્માનપૂર્ણ અને સંવાદસભર સંબંધો વિશે વાત કરશે. નેશનલ એવોર્ડ વિજેતા લેખક, નવલકથાકાર, ફિલ્મ અને નાટ્યલેખક રામ મોરી ગર્ભ સંસ્કાર તથા સ્વસ્થ અને સંસ્કારી સંતાનના ઘડતર વિશે માર્ગદર્શન આપશે. તાલીમકાર, શિક્ષણવિદ્ અને લાઇફકોચ દીપક તેરૈયા ઉદ્દીપક કિશોરી જાગૃતિ, માનસિક આરોગ્ય અને ડિજિટલ યુગમાં સંતુલિત જીવન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સંવાદ કરશે.


આ કાર્યક્રમ માત્ર વક્તવ્યોની શ્રેણી નથી, પરંતુ પ્રશ્નો, અનુભવો અને જીવનને સ્પર્શતા વિચારોની અર્થપૂર્ણ સફર છે. સંવાદથી સમજણ, સમજણથી સંસ્કાર અને સંસ્કારથી સુંદર જીવન તરફ આગળ વધવાનો આ એક સંવેદનશીલ પ્રયાસ છે.

Where is it happening?

Ahmedabad Management Association AMA Ahmedabad, 1, Dr Vikram Sarabhai Marg, University Area, Ahmedabad, Gujarat 380015, India
Tickets

INR 0.00

Know what’s Happening Next — before everyone else does.
Utkarsh Trust
Host or PublisherUtkarsh Trust

Ask AI if this event suits you