શ્રી જગન્નાથજી ની ૧૪૫ મી રથયાત્રા

Schedule

Fri Jul 01 2022 at 04:00 am to 07:00 pm

Location

Jagannathji Temple Road, Jamalpur, Ahmedabad 380001, India | Ahmedabad, GJ

Advertisement
-અષાઢી બીજે જગતના નાથ જગન્નાથની નગરચર્યાની ૧૪૪ વર્ષની ઈતિહાસયાત્રા
-દર વર્ષની જેમ આ ‌વખતે પણ જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળશે અષાઢ ને કારણે વધુ લોકો જોડાશે. (દિલિપદાસજી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત )
-આઝાદીના સમય પહેલા જ્યારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે ત્યારે શહેરીજનો તિરંગો ફરકાવતા હતા.
-બળદગાડાથી શરૂ થયેલી રથયાત્રા હાઇટેક બની, પ્રારંભથી જ ખલાસ કોમના ભાઈઓ રથ ખેંચતા આવ્યા
૧૮૭૬ માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે, આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે. દરેક ધર્મના લોકો ભક્તિભાવપૂર્વક અને રંગેચંગે ભગવાનને આવકારતા રહ્યા છે. વર્ષમાં માત્ર આ એક દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન સામે ચાલીને આવે છે. ૧૪૩ વર્ષથી ચાલી આવતી આ પરપંરાના અતિતનીઝાંખી કરાવતો આ વિશેષ અહેવાલ...

અમદાવાદ : લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી
નરસિંહદાસજી આવ્યા.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નરિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.
આમ ૧૮૭૬ થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. ૧૪૪ વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાંઉત્તરોત્તર મોટી થતી ગઇ. શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસીકથી મોર્ડન બની ગઇ છે.
માત્ર રથયાત્રા જ નહી પણ જે રથમાં ભગવાનબિરાજીને નગરચર્યાએ નીકળે છે તેણે પણ હવે નવા રૂપરંગ હાંસલ કરી લીધા છે. રથ નવા રૂપ રંગ ધારણ કર્યા છે સાથોસાથ તેમાં મોર્ડન પૈડા અને સ્ટીંયરીંગ પણ લગાડવામાં આવે છે. શરૂઆતની યાત્રામાં ગણ્યાગાંઠ્યા પોલિસ કર્મીઓ હતા હવે રથયાત્રામાં શ્રદ્ધાળુઓ કરતા પોલીસ વધારે હોય તેવી લોકોમાં ચર્ચા હોય છે. સહજતાથી ભગવાનની સમીપ જતો ભક્ત હવે રથની નજીક જતા પણ બીતો થઇ ગયો છે.

ગાડાથી ટ્રક સુધી: અત્યારની રથયાત્રા હાઇટેક બની ગઈ છે જ્યારે ૧૯૫૨ ની રથયાત્રાની આ તસવીર રસપ્રદ છે, એ વખતે બળદો દ્વારા યાત્રાના વાહનો ખેંચવામાં આવતા હતા.
રથયાત્રામાં સાહસિક કરતબો કરતા પહેલવાનો આકર્ષણનું કેન્દ્ર હોય છે.

૨૦૦૫ માં રથયાત્રા દરમિયાન ક્રાઇમ બ્રાંચના જાંબાઝ અધિકારીઓએ ચાલુ યાત્રાએ સફળ ઓપરેશન કરીને અતિ સંવેદનશીલ એવા શાહપુર વિસ્તારના શાહપુર અડ્ડા પાસેથી ઘાતક હથીયારોનો જંગી જથ્થો પકડી પાડતા મોટી ઘાત ટાળી શકાઈ હતી.
અત્યાર સુધી સૌથી વધુ ૧૨ વખત પહિંદ વિધિ કરવાનો નરેન્દ્ર મોદીનો વિક્રમ

ભગવાન જગનાથની જ્યારે નગર ચર્યા માટે નીકળે ત્યારે રાજા તેમનો રસ્તો સાફ કરવા માટે આવે છે તેવી લોકવાયકા અને પરંપરા પુરીમાં ચાલે છે. આથી અમદાવાદની રથયાત્રામાં પણ આ પહિંદ વિધિ યોજવામાં આવે છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી સોનાની સાવરણી લઇને ભગવાનનો રસ્તો સાફ કરે છે. સૌથી વધુ વખત પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ હાલમાં દેશના વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીનો છે. તેમણે સતત ૧૨ વર્ષ સુધી જગન્નાથમંદિરની રથયાત્રાની પહિંદ વિધિ કરી હતી.
-જગન્નાથની રથયાત્રાની પ્રાચીન પરંપરા કોમી એખલાસનું પ્રતીક છે. લાખો શ્રદ્ધાળુઓ જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તેમના આશીર્વાદ મેળવીને પોતાની જાતને પાવન માને છે. (નરેન્દ્ર મોદી પહિંદવિધિ દરમિયાન)

અત્યાર સુધીના મહંત
૧૮૫૦ થી ૧૯૫૯ નરસિંહદાસજી મહારાજ
૧૯૫૯ થી ૧૯૭૧ સેવા દાસજી મહારાજ
૧૯૭૧ થી ૧૯૯૪ રામહર્ષદાસજી મહારાજ
૧૯૯૪ થી ૨૦૧૦ રામેશ્વરદાસજી મહારાજ
૨૦૧૦ થી દિલીપદાસજી મહારાજ
ફેક્ટ ફાઇલ

રથયાત્રાના શરૂઆતના વર્ષોમાં માત્ર સાધુસંતો જ ભાગ લેતા હતા જ્યારે હવે માત્ર અમદાવાદના જ નહીં પણ દેશભરના શ્રદ્ધાળુઓ ઉમટે છે.
જગન્નાથ મંદિરના પ્રથમ મહંત અને રથયાત્રાના પ્રેરક નરસિંહદાસજી મહારાજ જગનનાથ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા. તેઓ વર્ષો સુધી ગુજરાતથીઓરિસ્સામાં આવેલા જગન્નાથ મંદિરે ઉઘાડા પગે ચાલતા જતા હતા. આ ભક્તિથી જગન્નાથ પ્રસન્ન થયા હતા અને તેમને સ્વપ્નમાં આવીને યાત્રા શરૂ કરવાની પ્રેરણા આપી હતી.

રથનો મનોરથ | નરસિંહદાસજી મહારાજે શહેરીજનોના દર્શનાર્થે અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો,અને આજે દાયકાઓ પછી પણ આ પરંપરા આજ સુધી યથાવત રહી છે. દર વર્ષે દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે.
કાલી રોટી સફેદ દાલ: ૧૯૫૮ ની રથયાત્રા દરમ્યાન દેશભરમાંથી ઉમટેલા સાધુસંતોનો ભંડારો.

૧૯૬૪ અવિરત યાત્રા: આજે જ્વલ્લેજ જોવા મળતી
સરહદના ગાંધી રથયાત્રાની મુલાકાતે
૧૯૭૬ માં ખાન અબ્દુલ ગફાર ખાને રથયાત્રાની મુલાકાત લીધી હતી અને સાધુગણને મળ્યા હતા.
મંદિરના પ્રિય હાથી સરજુ પ્રસાદની સમાધિ આસ્થાનું કેન્દ્
જગન્નાથ મંદિરના હાથીઓની સાથે મંદિરમાં બીજા અખાડાઓના મહંતો પણ પોતાના હાથીઓ મંદિરની સેવામાં આપે છે. તેવો જ એક હાથી સરજુ પ્રસાદ હતો. સરજુ પ્રસાદ મંદિરના તમામ સંતો-મહંતો અને લોકોનો માનીતો હતો. રથયાત્રામાં સૌથી આગળ તે ભાગ લેતો અને તેણે સૌથી વધારે વખત રથયાત્રામાં ભાગ પણ લીધો હતો. હાથી સરજુ પ્રસાદનું જ્યારે અવસાન થયુ ત્યારે આખા મંદિરમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. આથી તે સમયના લોકોએ આ હાથીની સમાધિ બનાવવાનું નક્કી કર્યુ. તે સમયેરસપ્તઋષિ સ્મશાન રોડ પરની કેલિકોમીલની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં તેની સમાધિ બનાવવામાં આવી. ત્યારથી આ સમાધિ લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

મોટીસંખ્યામાં લોકો આ “સરજુ પ્રસાદ”ની સમાધિના દર્શન કરવા જાય છે. આ સમાધિની ઉપર ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. તેની આસપાસ રહેતા મુસ્લિમ સમાજના લોકો પણ તેમા આસ્થા રાખે છે. ૧૪૩ વર્ષ પહેલા ૧૮૭૬ માં અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો. મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ આ પવિત્રરથયાત્રાની શરૂઆત કરી હતી. જે પ્રથા આજે પણ અવિરત ચાલી રહી છે. જગન્નાથજીનું મંદિરથી નિકળતી રથયાત્રામાં અમદાવાદના જ નહીં પણ ચારે કોરના લોકો શ્રદ્ધા-ભક્તિ સાથે ઉમટી પડે છે.

૧૯૯૬ ખલાસીઓનું સમર્પણ | દરિયાપાર હોય કે દેશદેશાવર, ખલાસીઓ અચૂકપણે ડર અષાઢી બીજે ભગવાનના રથને ગંતવ્ય સ્થાને પહોંચાડવા હાજર થઈ જાય છે.
Advertisement

Where is it happening?

Jagannathji Temple Road, Jamalpur, Ahmedabad 380001, India, Ahmedabad, India

Event Location & Nearby Stays:

Sagar Kothari

Host or Publisher Sagar Kothari

It's more fun with friends. Share with friends