પ્રાકૃતિક ખેતી-વાયકા અને વાસ્તવિકતા ઉપર ચર્ચા કરશે રમેશભાઈ પટેલ | ગોઠડી-૪૧ । Gothadi-41 | Free Entry
Schedule
Fri Feb 20 2026 at 05:00 pm to 07:30 pm
UTC+05:30Location
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH | Ahmedabad, GJ
તારીખ ૨૦મી ફેબ્રુઆરીને શુક્રવારના રોજ માતૃભાષા અભિયાન ગોઠડીમાં આપણે વાત કરીશું "પ્રાકૃતિક ખેતી - વાયકા અને વાસ્તવિકતા" ઉપર પ્રાકૃતિક ખેતીના હિમાયતી અને સમર્થક તેમજ સૃષ્ટિ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટર રમેશભાઈ પટેલ સાથે.... ગોઠડીમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.
તારીખ: ૨૦/૦૨/૨૦૨૬
સમય: સાંજે ૫: ૦૦ કલાકે
ગોઠડી સ્થળ:
ભારતીય સમુદાય શિક્ષણ સંઘ સભા ખંડ - ૧ ત્રીજો માળ, નવજીવન પ્રેસ રોડ, આશ્રમ રોડ, અમદાવાદ
નોંધ: લિફ્ટની વ્યવસ્થા છે.
રમેશ પટેલનો પરિચય
પ્રાકૃતિક ખેતીના હિમાયતી અને સમર્થક, સૃષ્ટિ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટર
રમેશ પટેલ 2002–2021 દરમિયાન સૃષ્ટિ સંસ્થાના સેક્રેટરી અને હાલ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. 2021થી સૃષ્ટિ ઈનોવેશન્સના મેનેજિંગ ડિરેક્ટર છે. કુદરતી ખેતી, પર્યાવરણ અને લોકજ્ઞાન માટે જીવન સમર્પિત કર્યું છે. જન્મ 30 મે 1972, છાદરડા ગામે. ગ્રામભારતી અમરાપુરમાંથી બી.આર.એસ. અને ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક. ‘લોકસરવાણી’ સામયિકના સંપાદનથી ખેડૂતોના જ્ઞાનને મંચ મળ્યો. સાત્ત્વિક ફૂડ ફેસ્ટિવલની શરૂઆત કરી, જે આજે રાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે. 2019થી પ્રાકૃતિક ખેડૂત હાટનું આયોજન, 1000થી વધુ હાટ યોજાયા. કેનેડા, ચીન, નોર્વે સહિત અનેક દેશોમાં અનુભવ યાત્રાઓ.
Where is it happening?
BHARATIYA SAMUDAYIK SHIKSHAN SANGH, 2HV9+32F, Navjeevan Press Rd, Sattar Taluka Society, Usmanpura, Ahmedabad, Gujarat 380009, IndiaINR 0.00
















