शिव शक्ति और श्याम | एक शाम आपके नाम
જય માતાજી
અંતિમધામ આશ્રમ પરિવાર
દ્વારા આ શ્રાવણ મહિનામાં
આપણે પરિવાર સાથે -
આપણા બાળકો સાથે
દેવો કે દેવ મહાદેવ, માતાજી
અને ભગવાન શ્રીકૃષ્ણનાં
આપણા ઉપર આશીર્વાદ રહે
એ માટે…
૫ સપ્ટેમ્બર 2026
શનિવારના રોજ
સાંજે ૬ વાગ્યાથી
દિનેશ હોલમાં - અમદાવાદમાં
એક કાર્યક્રમ રાખેલો છે.
કાર્યક્રમનો મુખ્ય ધ્યેય
આપણા Gen-Z બાળકો
સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે,
સનાતન સંસ્કૃતિનાં ગુઢ
રહસ્યને જાણે અને જ્યારે
કોઈ એની સાથે હિન્દુ ધર્મ
વિશે ચર્ચા કરે ત્યારે એને
ઉત્તર આપવાની સક્ષમતા
અને આત્મબળ કેળવે.
“ઋષિમુનીઓનાં વારસદાર
એવા આપણે કેવી મહાન
સંસ્કૃતિમાં આપણો જન્મ
થયો છે એ ગર્વની અનુભૂતિ
આપણાં બાળકોને
કરાવવી છે”
આ કાર્યક્રમમાં નિષ્ણાંત
વિદ્વાન પંડિતો આચાર્ય
દ્વારા દ્વારા રુદ્રીપાઠ થશે
અને આપણે શાંતિથી
એનું શ્રવણ કરીશું અને
જીવને શિવ સાથે
જોડવાનો પ્રયત્ન કરીશું.
પીકે અને ઓમાય ગોડ જેવા
પિક્ચર જોઈને આપણા
બાળકો આપણને પ્રશ્ન
પૂછી રહ્યા છે કે શિવલિંગ
ઉપર દૂધ ચઢાવવું જોઈએ કે
વેસ્ટ ઓફ મિલ્ક છે ?
આવા દ્વિધા ઉભા કરે તેવા
પ્રશ્નોનાં જવાબ પણ આપવા
જરૂરી છે.
ત્યારે એક પ્રશ્નોત્તરી પણ
આપણે લઈશું.
સામાન્ય રીતે એક પરિવાર
શનિવારે સાંજે બહાર જમવાનું
પસંદ કરે પરંતુ એ માત્ર
ડિનર હોય પરંતુ આપણે,
નર નારાયણ સાથે જોડાવાનો
પ્રયત્ન કરીને
આપણા બાળકોને કલયુગનાં
રાક્ષસ એવા ડ્રગ્સ, ડિપ્રેશન
અને કુસંગતથી
બચાવવાની પ્રાર્થના કરીશું.
આ કાર્યક્રમ માટે એક ટોકન
શુલ્ક રાખેલું છે, જે 100%
અંતિમધામ આશ્રમ સંચાલિત
શાશ્વત ગૌશાળાનાં લાભાર્થે
માટે છે એટલે આમાં આપણે
આપણો આર્થિક સહયોગ પણ
ગૌ માતાને આપીશું અને
માનસિક ઉર્જા, બ્રહ્મનાદ જેવા
મંત્રોને સાંભળીને મેળવીશું
આપ સૌને, આપના પરિવારને,
આપના સમાજનાં શ્રેષ્ઠીને,
સોસાયટીનાં સભ્યોને,
આ કાર્યક્રમમાં પધારવા માટે
આમંત્રણ છે.
શ્રાવણ મહિનામાં ભક્તિ ન
થઈ હોય એવી ભક્તિનો
લાભ પણ મળશે અને
શક્તિની ઉપાસના પણ થશે.
મોબાઈલ ને આરામ આપશો
અને આ કાર્યક્રમને અંદરથી
અનુભવશો.
આ લિંક થી આપની બેઠક
સુરક્ષિત થશે.
https://go.allevents.in/z5sro
જો આપને લિંક ન મળે તો
9033112299
9033002299
ઉપરથી મળશે.
પધારશો, બાળકો સાથે,
પરિવાર સાથે.
મોજ
Where is it happening?
INR 200.00



















