poliction
તા 11/01/2026 ને રવિવાર ના રોજ જન સંવાદ પરિવર્તન શંખનાદ કાર્યક્રમ હેઠળ માલપુર જિલ્લા પંચાયત ની માનવાવ, ગોપાલપુર, જેસવાડી, સૂરજપુર, મઠવાસ, સવાપુર, રાસાપુર, રાફિયા ના મુવાડા, સુરાના પહાડીયા, બાપુવાસ, સાતરાડા 1, સાતરાડા 2, અને રામપુર ગામે મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ મા સાબરકાંઠા બેંક ના ડિરેક્ટરશ્રી, અરવલ્લી યુથ કોંગ્રેસ ના પૂર્વ પમુખશ્રી અને માલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેનશ્રી નિશ્ચલભાઈ પટેલ, માલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પૂર્વ પ્રમુખશ્રી અને માલપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેનશ્રી મંગળદાસ પણુંચા, માલપુર તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રી ભાથીભાઈ ખાંટ અને બાયડ તાલુકા ના પ્રાંતવેલ ગામ ના સરપંચશ્રી સંજયભાઈ ખાંટ ની અઘ્યક્ષતા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ મા શાસક પક્ષ દ્વારા તાલુકા ની પ્રજા ને જે હાલાકી ભોગવી રહ્યા અને સરકાર દ્વારા જે મોટી મોટી જાહેરતો કરવાં આવી રહી છે તે સત્તા ના ઘણા વર્ષો વીતી ગયા પછી પણ હજી ત્યાં પહોંચી શકી નથી જેની પ્રજા વચ્ચે જઈ પ્રજા મા જાગૃતિ લાવવાનું એક સુંદર કામ કોંગ્રેસ ના પ્રજાસેવક દ્વારા થઇ રહ્યું છે. તાલુકા ના દરેક ગામ મા પ્રજા બહુ મોટી સંખ્યા ઉપસ્થિત રહી આ પ્રજાસેવકો સાથે ચર્ચા વિચારણા મા ભાગ લઇ સમસ્યાઓ નો જલ્દી નિરાકરણ આવે એ રીતે રજૂઆત કરવામાં આવી.
Where is it happening?
Event Location & Nearby Stays:



















