Gatha Garvi Gujaratano Ni
Schedule
Tue May 28 2024 at 07:30 pm to 08:30 pm
Location
Scrapyard The Theatre | Ahmedabad, GJ
ગાથા ગરવી ગુજરાતણોની
આ ગાથા છે 19 મી સદીની ગુજરાતી મહિલાઓની તેમના આત્મવિશ્વાસની તેમના સંઘર્ષની.
આ ગાથા છે પરંપરા અને આધુનિકતા વચ્ચે સંતુલન જાળવી નવી કેડીઓ કંડારનાર મહિલાઓની.
આ ગાથા છે સદીઓથી ચાલી આવતી અમાનવીય સ્ત્રી વિરોધી રૂઢિઓનો વિરોધ કરતી રૂઢિભંજક મહિલાઓની.
ગાંથામાં સાંભળીશું આપણે ગુજરાતની સૌપ્રથમ કન્યાશાળા શરૂ કરનાર હરકુંવર શેઠાણીની, ગુજરાતના સૌપ્રથમ લેડી ડોક્ટર મોટીબેન કાપડિયાની, અનેક વિધવાઓને આશ્રય આપનાર વનિતા વિશ્રામ સુરતના સ્થાપક નાની બેન ગજજરની, ગુજરાતી ભાષાના સૌ પ્રથમ સ્ત્રી સામાયિક સ્ત્રીબોધનાં તંત્રી પૂતળીબાઇ કાબરાજીની, ગુજરાતના સૌપ્રથમ મહિલા પ્રયોજક ગંગાબેન યાજ્ઞિકની, જ્ઞાતિના બંધનો અને વિરોધની વચ્ચે સુધારક પતિ નો સાથ આપનાર પત્ની પાર્વતી કુંવરની.
Where is it happening?
Scrapyard The Theatre, Ahmedabad, IndiaINR 0.00