Aur Fir Robaji Bole | और फिर रोबाजी बोले
Schedule
Sat Mar 22 2025 at 07:30 pm to 09:30 pm
UTC+05:30Location
Theatre & Media Centre | Ahmedabad, GJ

Date: 22 March 2024
Time: 7:30pm
Tickets: Free entry but registration required.
Language: Hindi
About the play:
English:
"Then Robaji Spoke" is a symbolic three-act play filled with chorus compositions written by Hasmukh Baradi centering around a robot a humanoid machine created through science. The play symbolically portrays the process of transforming humans into humanoid robots and ultimately the robots gaining control over humans. The play highlights how systems which initially appear to be for the welfare of all eventually turn into exploitative structures. The narrative symbolizes this transition from a seemingly benevolent system to one of control and oppression.
Gujarati:
વિજ્ઞાન દ્વારા નિર્મિત માનવસદૃશ યંત્રમાનવ કે જે રોબો Robot તરીકે ઓળખાય છે તેને કેન્દ્રમાં રાખી હસમુખ બારાડી દ્વારા લખાયેલું વૃંદગાન કોરસથી સભર ત્રિઅંકી નાટક 'પછી રોબાજી બોલિયા' માણસોને યંત્રમાનવ બનાવવાની પ્રક્રિયા અને અંતે યંત્રમાનવો દ્વારા માનવ પર મેળવી લેવાતા અંકુશની પ્રક્રયાને પ્રતીકાત્મક રીતે નિરૂપે છે. પ્રેમાનંદકૃત 'સુદામા ચરિત્ર' આખ્યાનમાં કૃષ્ણ-સુદામાના મિલાન સમયે કૃષ્ણ દ્વારા ગવાતી 'પછી શામળિયાજી બોલિયા' ધ્રુવપંક્તિના આધારે 'પછી રોબાજી બોલિયા' શીર્ષક યોજવામાં આવ્યું છે. અહીં ક વ્યક્તિ એક વ્યક્તિ બે ત્રણ ચાર પાંચ અને છ તથા રોબાઓમાં ખ ખ એક થી છ તેમજ અ ધ ર સ ટ પરિબળો મળીને કુલ ૨૦ પાત્રો છે જેની સતત આવન-જાવન ચાલ્યા કરે છે. આ બધાં પાત્રો સાંકેતિક અને પ્રતીકાત્મક છે જેઓ વિવિધ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. 'ક' અહીં સિસ્ટમ - કાર્યપ્રણાલીઓ બનાવતા વર્ગનું તો વ્યક્તિ એક થી છ જનસામાન્યનું પ્રતિનિધિત્વ કરે છે. ખ એક થી છ યંત્રમાનવોનું તો પરિબળો અ ધ ર સ ટ તેમના આદ્યાક્ષર પ્રમાણે વિવિધ જૂથોનું જેમ કે અ અધિકારીઓનું ધ ધર્મગુરુઓનું ર રાજકારણીઓનું સ સમાજ સેવકોનું ટ ટેક્નોલોજીનું પ્રતિનિધાન કરે છે. આરંભે કલ્યાણકારી ભાસતી કોઈ પણ સિસ્ટમ અંતે શોષણ કરનારી બની જતી હોય છે એવું દર્શાવવા માટે આ નાટક લખાયું હોવાનું પ્રતીત થાય છે.
Where is it happening?
Theatre & Media Centre, TMC Campus, Chenpur Road, Near Kodiar Temple, New Ranip, opposite Muktidham, Kali, Ahmedabad, Gujarat 382470, IndiaINR 0.00
